Saturday, October 22, 2016

ક્યારેક .. તો ..જો..

ક્યારેક .. તો ..જો..

ક્યારેક મારી આંખની પાંપણમાં સમાઈ તો જો,
      ક્યારેક મારી તસ્વીરને તારી આંખોમાં તુ સમાવી તો જો

મારા હાથમાં ક્યારેક તારો હાથ આપી તો જો,
  ને હુંફ કેવી મળે છે એ અનુભવી તો જો...

અબોલા મારી સાથે એક્વાર તોડી તો જો,
મારી દોસ્તીમાં ક્યારેક તુ ઓગળી તો જો

વાંક ગુન્હો જ કાઢવો હોય તો ઠીક છે દોસ્ત પણ
ક્યારેક આંખોમાં આંખ પરોવી ખુલાસો કરી તો જો

દૂરી પણ સારી છે થોડી સંબંધમાં
પણ
પણ ક્યારેક થોડી નજદીકી પણ કેળવી તો જો..

 નીતા કોટેચા.. " નિત્યા" 

No comments:

Post a Comment