Saturday, October 22, 2016

નિરાશા



શ્વાસ નુ થંભી જાવુ એ કદાચ મ્રુત્યુ નથી,

પણ્
આશા ઓ નુ મરી જાવુ
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
જીવન જીવવા ની ઇછછા ન રહે ,
એ કદાચ મ્રુત્યુ નથી .

પણ

સપના ઓ નુ મરી જાવુ,
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
હયાતી ન હોય આપણી ઍ તો
મ્રુત્યુ છે જ .

પણ ,

છતી હયાતી ઍ જીવવુ ન ગમે,


એ કદાચ મ્રુત્યુ થી પણ ખરાબ છે .

નીતા કોટેચા "નિત્યા " 

મારી કબર પાછળ



"મારી કબર પાછળ રોવા વાળા બહુ હતા,
સાચા કરતા કદાચ ખોટા બહુ હતા.
જીવતી હતી ત્યારે જીવવા ન દીધુ,
મરી ગયા નો અફ્સોસ કરવાવાળા બહુ હતા.


જીદગી મા હસી તો બહુ જ ઓછી હોઈશ હુ,
તો પણ મરી ગયા નુ દુઃખ કરવા વાળા બહુ હતા.
ખરાબ જ કહી હત જીવતા મને બસ જેમણૅ
એજ કહેતા હતા કે, મરી ગયા એ
બહેન સારા બહુ હતા 

જીદગી અને મૌત માં આજ અંતર છે,
પારકા દેખાતા હતા એ બધા જેને
ગણ્યા પોતાના બહુ હતા."

નીતા કોટેચા "નિત્યા " 

મરજી



રડાવે ત્યારેખૂબ રડાવે છે જિંદગી,
હસાવે ત્યારે ખૂબ હસાવે છે જિંદગી .
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
થકાવે ત્યારે ખૂબ થકાવે છે જિંદગી.

દિવસો શાંતીથી કાઢવા હોય છે,
જીવન શાંતીથી જીવવુ હૉય છે.
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
એની મરજી પ્રમાણે ચલાવે છે જિંદગી


નીતા કોટેચા "નિત્યા " 

પત્થર


કેટલા માં વસેલો છે પત્થર
આડૉ આવે છે પણ કામનો છે પત્થર
દુનિયાને ચલાવનારો છે પત્થર
પુરુષો ના હ્ર્દય છે પત્થર
અમીરો નાં મકાન માંછે પત્થર
ગરીબો ની ધરતી માં છે પત્થર
વિશાળ ડૂંગરાઓ માં છે પત્થર
નાના માટી નાં ગોળા માં છે પત્થર
હવે તો હદ થઇ ગઇ કેમકે
મારી કવિતા માં પણ ઘુસી ગયો છે પત્થર


નીતા કોટેચા "નિત્યા "  

પ્રભુ


સવારે થાય તુ માળી,રાત્રે નિન્દ્રા રાણી,
પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.
દુ;ખ આપી ને જોતો, અને સાંત્વનાં પણ દેતો,

પેટ ની ભુખ તે બધાની પુરી પાડી.
પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.

સુખ આપીને  કરાવ્યો જલશો.
પણ સાથે કહેતો અંતર ની વાણી.
હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.


દુનિયા નાં લોકો તો કદી પોતાનાં
અને કદી થયા પારકા.
પણ હે પ્રભુ તે કદી અમારી સાથે
તારી નાળ ન કાપી.

હે પ્રભુ તોય તારી મમતા અમે કદી ન
પીછાણી
ક્દી ન પીછાણી .


નીતા કોટેચા "નિત્યા " 

વરતાઈ આવે છે



વ્યક્તી વરતાઈ આવે છે ,
વાતો માં વિનય પરથી.

વ્હાલ વરતાઈ આવે છે,
નયનો નાં અમી પરથી .

ધીરજ વરતાઈ આવે છે,
જીભ નાં અંકુશ પરથી.

દોસ્ત વરતાઈ આવે છે,
વેરી નાં વેર પરથી.

અને

નફરત વરતાઈ આવે છે,
આંખ ની કીકી પરથી.

નીતા કોટેચા "નિત્યા " 

કોરી પાટી




નાનુ બાળક પાછુ બનવુ છે મારે,
માનાં ખોળામાં પાછુ સુવુ છે મારે
દુનીયા થી દુર રહેવૂ છે મારે,
પાલવ માં છુપાઈ જાવુ છે મારે.

મગજ ખાલી કરી નાંખવુ છે મારે,
માસુમ પાછુ બની જાવુ છે મારે
લખેલુ છે એટલુ કે
ભુંસાતા જિંદગી પુરી થઈ જાશે
કોરી પાટી બની જાવુ છે મારે

૯.૫૫ ની લોકલ



મુંબઈ ની લોકલ એટલે
મુંબઈ ની જાન,
યાતનાં ઓ ની ખાણ
અને
સંબધો ની ભરમાર.

વર્ષો થી હુ સફર કરતો હતો,
રોજ સવારની ૧૦.૫ માં
આજે મને મલી ૯.૫૫

અરે મારા મિત્રો મને શોધતા હશે
પણ મને મલી આજે ૯.૫૫

રોજ ભિંસાતો,લટક્તો જાતો,
પણ આજે તો મને જગા પણ મલી ગઈ.
લોકો બુમો પાડતા હતા,
ખાલી કરો,જગ્યા કરો,
અને મારી માટે બધાએ જગ્યા કરી.

મને પણ અચરજ થાતુ હતુ કે ,
આજે મને જગ્યા મલી?

સાયન આવ્યુ અને મને ઉતારી દીધો.
અરે પણ મારે તો જાવુ છે દાદર.

કાંઇક કહુ ત્યા તો એમબ્યુલન્સ માં મને નાખી દીધો,
અને થોડી વારમાં તો ,
પોસ્ટ્મોર્ટમ વાળા ઓ ને સોંપી દીધો।

હવે ખબર પડી મને કે
કેમ મને જગ્યા મલી
અને


કેમ મલી મને આજે ૯.૫૫

નીતા કોટેચા "નિત્યા"

દિવાળી.



ક્યાંક પ્રગટે ઘી નાં દીવા,
ક્યાંક અંધારી રાત છે.

ક્યાંક છે મહેફીલો ની કતાર
ક્યાંક છે તપેલા ખાલી.

ક્યાંક છે નવા કપડા ઓ નાં ઢગલા
ક્યાંક છે શરીર ઢાકવાનાં વાંધા.

ક્યાંક દેખાડા કે અમે ખુશ છીયે,
કોઇક મન નાં રાજા.

આ દુનીયા છે એક ખેલ તમાશો,
ક્યાંક છે નાટક અને કયાંક હકિકત.

કોઇ ખુશ નથી મન થી ,


આ તો દુનીયા ને દેખાડવાના દિવસો.

કદી એમ થાય

કદી એમ થાય તુ છો.
કદી એમ થાય તુ છો?

કદી એમ થાય કે,
તુ જ અમને સંભાળે છે.
કદી એમ થાય કે તુ અમને
સંભાળે છે?


કદી એમ થાય કે
તે જ જીવન આપ્યુ।
તો કદી એમ થાય કે
, તુ મરણ કેવી રીતે આપે?


તુ જ જીવન દાતા
અને
તુ જ મ્રુત્યુ દાતા
બેઉ કેવી રીતે એક માં સમાણા?

કદી એમ થાય કે
હા તુ છે અમારો.
પણ
કદી એમ થાય કે
શુ અમે છીયે તારા?





નીતા કોટેચા "નિત્યા "

આરામ



સુરજ એ ચદ્ર ને કહ્યુ ,
"તુ આવ તો મને આરામ મલે"

ચદ્ર એ અમાસ ને કહ્યુ,
"તુ આવ તો મને આરામ મલે"

પ્રુથવી એ પ્રભુ ને કહ્યુ,
"માનવી ઉપાડ તો મને આરામ મલે"

માનવી એ માનવી ને કહ્યુ
"તુ શાંત થા તો મને આરામ મલે"
.
હવે તો મારા શ્વાસ એ મૌત ને કહ્યુ
"તુ આવ તો મને આરામ મલે"
N.

ચક્રવ્યુહ્





મને લાગ્યુ જે સાચુ,એ તમને ખોટુ લાગ્યુ.

સંબધ માં તિરાડ પડવા માટે બસ

આ એક હતુ બહાનુ,



ખરાખરી નો જંગ તો ત્યારે હતો,

તમે હતા જ્યારે મારા વિરોધી ઓ માં.



લડુ કેમ તમારી સાથે હુ તો ,

તમે હતા મને જીવ થી વ્હાલા.



જિંદગી નાં હર એક ખુણે થી ,

જો જિંદગી નિહાળશું,



એવા ચક્રવ્યુહ માં વિંટાયેલા હશુ,

જે ઉભા કર્યા, આપણે જ હતા.


નીતા કોટેચા "નિત્યા " 

હમરાઝ






માણસ નાં સમુહ માં માણસ ને ગોતુ છુ,
હુ મારી માટે એક હમરાઝ ગોતુ છુ.

શ્વાસો નાં સમુંદર માં એવા શ્વાસ ને ગોતુ છુ,
જે મારી માટે જીવી હોય, એવી એક ક્ષણ ગોતુ છુ.

પોતાનાં ઓ નાં ટોળા છે,
પણ પારકા માં ગોતુ છુ.
પોતાનાં કહી શકાય એવા, એક જ ઇન્સાન ને ગોતુ છુ.

હમરાઝ, હમસફર,હમદર્દ અને એક મયખાનુ ગોતુ છુ.
જ્યાં હ્રદય ખાલી થાય, એવુ એક હ્રદય ગોતુ છુ.

                                                 
                                                                                                            નીતા કોટેચા "નિત્યા " 

મારે એક દિવસ જીવવુ છે.

મન વગર,
મગજ વગર,
માણસો વગર,
મતલબ વગર
મથામણ વગર,
મથાળા વગર,
મનોરંજન વગર,
મનોવિકાર વગર્,
મહેફિલ વગર્,
અને ખાસ તો
મોબાઈલ વગર
મારે એક દિવસ જીવવુ છે.
શું આ ઈછ્છા પુરી થાશે?
કે પછી મારી જિંદગી ની ઇછ્છા
મ્રુત્યુ પછી જ પુરી થાશે.

નીતા કોટેચા "નિત્યા "  

ખોટા દેખાડા

આ દુનીયા ફકત ખુશી નો દરિયો નથી,
આ જગત ફકત હાસ્ય નો ફુવારો નથી.

કર્મ નાં આધારે પોતાનાં, પારકા થાય
અને
પારકા, પોતાનાં થાય છે .

સપનાં ઓ નાં હાસ્ય થી અલગ
આંસુ ઓ ની દુનીયા છે . 

સંબધો માં ભારોભાર સ્વાર્થ ની આ દુનીયાં છે...
માનીયે છીયે, એટલી સરળ નથી
આ જિંદગી.

હા , બનાવટી હાસ્ય અને આંડબર ની આ દુનીયાં છે.
કહે જો કોઇ કે, હુ મન થી ખુશ છુ.
હુ માનીશ કે જો પાછુ ખોટા દેખાડા ની આ દુનીયા છે...


નીતા કોટેચા "નિત્યા "