Saturday, October 22, 2016

છોડી ગયા

                                                                             તારીખ : ૨૨/૧૦/૨૦૧૬
છોડી ગયા

પાછુ કોઈક આવ્યું અને ચાલી ગયું
જિંદગીને પાછુ એમ જ બસ છોડી ગયા

હું , હું ન રહી હવે ..બસ હવે થાકી
પ્રેમ અને અહેસાસને બસ એમ જ છોડી ગયા

હાથ પકડ્યો કિનારે પહોચાડવા અને અચાનક
બસ આમ જ મધદરિયે તૂફાનમાં મને છોડી ગયા

હવે કોઈ ગમતું નથી ને કોઈ આવતું પણ નથી જિંદગીમાં
એની વાતો અને એની છાપ બહુ જ ઊંડાણથી  છોડી ગયા

હવે કદી કોઈ સાથે પ્રેમ થાશે નહિ એ છે નક્કી
આ વખતે એ હૃદયને ખાલી કરીને મને એકલા છોડી ગયા

નહોતા એ માસુમ કે નહોતા એ કપટી
પણ છતાં એની જ રાહ જોવા માટે હૃદયને તડપતુ છોડી ગયા 

No comments:

Post a Comment