Saturday, October 22, 2016

પૂછ ના

આમ તો શ્વાસમાં ભર્યા હતા એમને,
હવે એ ક્યાં છે એ પૂછ ના


દઇશ જિંદગીભરનો સાથ એવુ કહેતા હતા,
પણ હવે એ ક્યાં છે એ પૂછ ના...

...

અશ્રુ રોકાતા ન હતા છુટ્ટા પડતા વખતે,
હવે એ વાયદા ક્યા ખોવાણા પૂછ ના



રાજ કરશે એ દોસ્ત મારા હ્રદય પર જિંદગી ભર ,,
એની જિંદગી માં હું છુ કે નહી એ મને પૂછ ના..


નીતા કોટેચા "નિત્યા"

No comments:

Post a Comment