Saturday, October 22, 2016

બંધ કરુ છુ

બંધ કરુ છુ



ચાલ બહુ થયુ હવે આજ થી,  તારી ને મારી વાત બંધ કરુ છુ,
           મીલન થઈ ગયુ ને, તો હવે જુદાઈ ની વાત બંધ કરુ છુ..

મળ્યા , હસ્યા, પ્રેમ કર્યો, ને જુદા પડ્યા..
             એમાં નવુ શું કર્યુ ?
તો પછી એ જ  વાત પર અટકવાનું હું બંધ  કરુ છુ.

તે,  જિંદગી માં નવા લોકોને ભેળ્વ્યા, ને સફર આગળ વધાર્યો..
   તો હવે હુ પણ ખાબોચીયા માં રહેવાનું બંધ કરુ છુ..

મળી જાય જો રસ્તામાં તુ ક્યારેક ,
          તો અજાણ બની જાજે..
કારણ તારો ચહેરો જોવાનું હું પણ  આજથી બંધ કરુ છુ..

                                                                                  નીતા કોટેચા "નિત્યા"

No comments:

Post a Comment