Saturday, October 22, 2016

તને હું ના મળું,

તને હું ના મળું,

તારી દુઆ ઓ માં હું તને ના મળું,
જા તુ કેટલું પણ શોધે તને હું ના મળું .

વ્યર્થ જ લોકોને પ્રેમ મે વહેંચ્યો મારો ,
તુ તરસે પ્રેમ માટે અને જા હું ના મળું .

તારા એક એક શ્વાસે મે લખ્યું છે મારું નામ,
પણ તારી નજર શોધે મને તોય હું ના મળું, .

ક્યારેક તો તુ કરીશ વિનંતી કે નીતા આવ પાછી મારી જિંદગીમાં,
બસ ત્યારેજ મારા શ્વાસ અટકે ને હુ તને ના મળું .

અપમાન કર્યું છે તે મારું, મારા પ્રેમ ને ઠુકરાવીને ,
હવે તો તને તો શું પ્રેમને પણ હું ના મળું .

નીતા કોટેચા "નિત્યા "

૨૭/૨/૨૦૧૨

No comments:

Post a Comment